મોરબી : મોરબી તાલુકાના રંગપર નજીક સગીરાનું લગ્નની લાલચે બદકામ કરવાને ઇરાદે અપહરણ કરવા અંગેની ઘટના સામે આવતા મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રંગપર નજીકના વિસ્તારમાં રહેતી સગીરાનું મૂળ ચોટીલા તાલુકાના જીંજુડા ગામના વતની અને હાલ રંગપર રહેતા આરોપી હિતેષભાઇ માલાભાઈ નામના શખ્સે લગ્નની લાલચ આપી અપહરણ કરી જતા આ અંગે સગીરાના પરિવારજનોએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી ક્લમ 363,366 તેમજ પોક્સો એક્ટની કલમ મુજબ ગુન્હો નોંધ્યો છે.