બાળકીના પરિવાર સાથે જ સિરામિક ફેકટરીમાં કામ કરતો શખ્સ ઉઠાવી ગયાની ફરિયાદ મોરબી : મોરબીમાં 11 વર્ષની બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. જેમાં એક શખ્સ આ બાળકીને ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ એક સિરામિક ફેકટરીમાં કામ કરતા પરિવારની 11 વર્ષની દીકરીને તે જ સિરામિક ફેકટરીમાં મજુરી કામ કરતો કાળું ગોપાલભાઈ સહેડિયા રહે. મૂળ જાંબવાવાળો ગત તા.17ના રોજ ઉઠાવી ગયો હતો. આ શખ્સ બાળકીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી જાતીય સતામણી કરવાના ઇરાદે ઉઠાવી ગયો હોવાની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે શખ્સની શોધખોળ કરવા તપાસ આદરી છે.