ખુટિયાની હડફેટે ચડવાથી ઇજા પહોંચતા વૃદ્ધને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડાયાહળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તે રઝળતા ઢોરના ભારે ત્રાસ વચ્ચે આજે દિવાળીના તહેવારો દરમિયાન તંત્રની બેદરકારીનાં પાપે ખુટિયાઓ બેફામ બન્યાં હતા.જેમાં હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે વૃધ્ધને ખુટિયાએ ઢીકે ચડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. બાઇક પર જઈ રહેલા વૃદ્ધને ખુટિયાએ હડફેટે લેતા ઇજાઓ થવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા.હળવદ પંથકમાં રઝળતા ઢોરોના અસહ્ય ત્રાસ વચ્ચે ગમે ત્યારે રસ્તે રઝળતા ઢોરોનું ગમે ત્યારે આખલાયુદ્ધ થતું હોય રસ્તે નીકળતા લોકોને હડફેટે ચડાવીને હોસ્પિટલના બિછાને પહોંચાડી દે છે. આવી જ એક ઘટનામાં આજે ખુટિયાએ ભારે આંતક મચાવીને રસ્તે નીકળેલા વૃદ્ધને ઢીકે ચડાવી હડકેટે લેતા લોકો ભયભીત થઈ ગયા હતા. જેમાં હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે વૃધ્ધને ખુટીયાએ ઉલાળ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં હળવદથી ટીકર માતાજીના દર્શને બાઇક પર જતી વખતે ખુટિયાએ બાઇકસવાર વૃધ્ધને ખુટીયાએ હડફેટે લીધા હતા. વૃધ્ધને માથાના ભાગમા ઇજાઓ પહોંચડતા તાકીદે તેમને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલે ખસેડ્યા છે. જો કે સંબધિત તંત્રની બેદરકારીના પાપે ખુટિયાઓ બેફામ બનીને રસ્તા નીકળતા વૃદ્ધને ગંભીર ઇજા પહોંચાડ્યાનો બનાવ સામે આવતા લોકોમાં તંત્ર પ્રત્યે ભારે ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો.