રેડિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતી પ્રેક્ષા વિક્રમ વીરપરીયાએ મેળવ્યો ગોલ્ડ & સિલ્વર મેડલમોરબી : મોરબીના ઘૂંટુ નિવાસી વિક્રમ વીરપરીયાની પુત્રી પ્રેક્ષા વિક્રમ વીરપરીયાએ ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે એસોસિયેશન દ્વારા આયોજિત અંડર-14 માટેની 21મી વાડોકાઈ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ 2025માં ગોલ્ડ & સિલ્વર મેડલ મેળવ્યો છે. ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે એસોસિયેશન દ્વારા આયોજિત અંડર-14 માટેની 21મી વાડોકાઈ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ 2025માં સામેલ 6 દેશ જાપાન, યુકે, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને ઇન્ડિયાની ટીમમાં કરાટે ફાઇટમાં ગોલ્ડ મેડલ અને કરાટે કાતામા સિલ્વર મેડલ લાવવા બદલ પ્રેક્ષા વિક્રમ વીરપરીયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. જેને મોરબી અને ઘુંટુ ગામનું ગૌરવ વધાર્યું છે. જે ઘુંટુ નિવાસી વિક્રમ શિવલાલભાઈ વિરપરિયાની પુત્રી છે. અને બીજીવાર ઇન્ટરનેશનલમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે અને હાલમાં ગાંધીનગર રહે છે. તે ધોરણ 7માં રેડિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સની વિદ્યાર્થી છે. 'ધ વ્યુ' સોસાયટી સરગાસણ ગાંધીનગર રહેવાશી છે.