રામામંડળ ગ્રુપે રામાપીરનું આખ્યાન ભજવી એકઠી રકમમાંથી ખોળનું ગૌશાળામાં દાન આપ્યું મોરબી : માળીયાના રાસંગપરના રામામંડળ ગ્રુપ દ્વારા 15 ગૌશાળામાં ખોળનું વિતરણ કરવામાં આવ્યું હતું. રામામંડળ ગ્રુપે રામાપીરનું આખ્યાન ભજવી એકઠી રકમમાંથી ખોળનું ગૌશાળામાં દાન આપ્યું હતું. રાસંગપર ગામના આઈશ્રી ખોડિયાર રામામંડળ ગ્રુપ દ્વારા રામાપીરનું આખ્યાન ભજવી તેમાંથી એકત્ર થયેલી રકમનો સદઉપયોગ કરી 15 જેટલી ગૌશાળામાં ખોળનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં યદુનંદન ગૌશાળા, મોરબી પાંજરાપોળ, સતનામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, માધવ અંધ અપંગ ગૌશાળા, ગૌઆશિષ ટ્રસ્ટ ખાનપર, કૃષ્ણાનંદ ગૌશાળા, જયશ્રી મેલડીધામ ગૌશાળા, ટોબરીયા હનુમાનજી ગૌશાળા, રાજપર ગૌશાળા, રાધેકૃષ્ણ ગૌશાળા, ગિરનારી આશ્રમની ગૌશાળા, અલખઘણી ગૌશાળા, રોકડીયા હનુમાન ગૌશાળા, આઈશ્રી નાગબાઈ ગૌશાળાને દાનમાં ખોળ આપ્યો હતો. આ સેવાકાર્ય બદલ રાસંગપર ગામના આઈશ્રી ખોડિયાર રામામંડળ ગ્રુપના પ્રમુખ એ.ડી. બાવરવા, ઉપપ્રમુખ મહાદેવભાઈ આદ્રોજા સહિત તમામ સભ્યોને સરપંચ અશોકભાઈ ધૂમલીયાએ અભિનંદન આપ્યા છે.