ટંકારા : ટંકારાના નાના ખીજડિયા ગામે કાકાએ ભત્રીજાને લોખંડના પાઇપ વડે લમધાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ભત્રીજાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાકા સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે રહેતો વિરમ જયંતિભાઈ ચામડિયા ઉ.વ. ૧૮ તેના કાકાની દીકરી સાથે વાત કરતો હોય, જે ન ગમતા કાકા દિલીપ અજુ ચામડિયાએ તેને લોખંડનો પાઇપ ફટકારી માર માર્યો હતો. આ મામલે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en