માળીયામાં 8 કરોડના ખર્ચે બનેલા સેવેજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાપર્ણ, રૂ. 14.18 કરોડના ખર્ચે માળીયા-પીપળીયા હાઇવેના કામનું ખાતમુહૂર્તમોરબી : આગામી લોકસભાની ચૂંટણીને લઈને પ્રજા પાસેથી વિશ્વાસનો મત જીતવા ખાસ કરીને કેન્દ્ર અને રાજ્યમાં સતા સ્થાને રહેલી ભાજપ સરકારનું આખું સંગઠન આગોતરી તૈયારી સાથે મેદાને આવ્યું હોય તેવું અત્યારની સ્થિતિથી સ્પષ્ટપણે જણાય આવે છે. ખાસ કરીને મોરબી જિલ્લા જ નહીં પણ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પછાત અને અવિકસિત રહેલા માળીયા તાલુકાનો ઉધાર કરવા ભાજપે હવે કમર કસીને અનેક વિકાસ લક્ષી પ્રોજેક્ટોનો અમલ સાથે ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કરવામાં આવ્યા છે.મોરબી જિલ્લામાં આજદિન સુધી વિકાસમાં સોથી વધુ પાછળ રહેલા માળીયા તાલુકો વર્ષોથી સુવિધાઓ માટે રીતસર તડપી રહ્યો છે. ત્યારે હવે ભાજપ સરકારે માળીયા તાલુકાના વર્ષોથી અધરતાલ રહેલા પાણી, રોડ સહિતના કામોને હાથ ઉપર લઈને અમલવારી શરૂ કરી છે. જેમાં માળીયા શહેરમાં 8 કરોડના ખર્ચે નવનિર્માણ કરાયેલા 2.5 એમએલડી પાણીની સંગ્રહ ધરાવતા સેવેજ વોટર ટ્રીટમેન્ટ પલાન્ટનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 42 લાખના ખર્ચે માળીયા શહેરના ખખડધજ વિવિધ રોડ-રસ્તા તેમજ ખૂબ જ મહત્વના માળીયા-પીપળીયા કોસ્ટલ સ્ટેટ હાઇવે પર માત્ર માળીયા શહેરને જોડતા રોડનું નવનિર્માણ કરવાના કામનું રૂ. 14.18 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત મહાનુભાવોમાં સાંસદ વિનોદભાઈ ચાવડા,ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઇ મિયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, પ્રાંત અધિકારું સુશીલ પરમાર સહિતનાએ આ કામો ટૂંક સમયમાં શરૂ કરી માળીયાને પણ વિકાસની હરોળમાં મુકવાની કટીબદ્ધતા વ્યક્ત કરી છે.