મોરબી : ઠોરિયા પરિવારના કુળદેવી રાજ રાજેશ્વરી બહુચરાજી માતાજીની સ્થપાના બગથળા ગામમાં કરવા માતાજીનો મઢ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે તા.21 ઓગસ્ટના રોજ સાંજે 4:30 કલાકે ભૂમિ પૂજન અને ત્યાર બાદ ખાતમુહૂર્ત નકલંક મંદિરનાં મહંત દામજી ભગતનાં હસ્તે કરવામાં આવશે.આ વેળાએ પરિવારના સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તરઘરી, ફગસિયા, ઝિક્યારી, બરવાળા, લક્ષ્મિવાસ, રામનગર, માનસર, સોલાડી, કુંતલપુર, કાંતિપુર, હમીરપર આમ જુદા જુદા ગામમાં વસતાં પરિવારના તમામ સભ્યોને આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.