મોરબી : સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજના વિદ્યાર્થીઓ માટે તા. 1-3-2025 ને શનિવારના રોજ બપોરે 2 કલાકે રવાપર-લીલાપર, કેનાલ રોડ મોરબી ખાતે અદ્યતન વિદ્યાર્થી ભવન તથા સમગ્ર સમાજ માટે સમાજવાડીનું ખાતમુહૂર્ત સંતો-મહંતો અને રાજકીય મહાનુભવોના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને વડવાળા દુધરેજધામના મહામંડલેશ્વર કનીરામજીદાસબાપુ ગુરુશ્રી કલ્યાણજીબાપુ, વડવાળા મંદિર દુધઈ ધામના મહામંડેલશ્વર રામબાલકદાસજી બાપુ, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અનેક સંતો-મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને અંતે સાંજે 6 કલાકે ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.