મોરબી : મોરબીમાં દેશભક્તિ અને ભારતીય સંસ્કારોના દીપ પ્રગટાવનારી 'રાષ્ટ્ર કથા' તથા સતધામના ખાતમૂહુર્ત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથા મોરબીના ઘુનડા રોડ પર આવેલા રામેશ્વર પાર્ટીપ્લોટ ખાતે તારીખ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ થી ૫ માર્ચ ૨૦૨૬ સુધી યોજાશે. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, શિક્ષિત ભારત અને નિર્વ્યસની ભારતની પ્રેરણા આપતી આ રાષ્ટ્ર કથાના વક્તા પૂ. સત્શ્રી છે.કાર્યક્રમની મુખ્ય રૂપરેખા ● સંવિધાન યાત્રા: કથાના પ્રારંભ પૂર્વે ૨૭ ફેબ્રુઆરીને શુક્રવારે સાંજે ૭:૦૦ કલાકે શ્રીકાંતભાઈ એન. ધોરિયાણી (૬૦૨-ડ્રિમ હોમ્સ, શક્તિ ટાઉનશીપ-૨, રવાપર-ઘુનડા રોડ)ના નિવાસસ્થાનેથી સંવિધાન યાત્રા પ્રસ્થાન કરી કથા સ્થળે પહોંચશે.● કથા પ્રારંભ અને સમય: કથાનો શુભારંભ ૨૭ ફેબ્રુઆરી શુક્રવારે રાત્રે ૮:૩૦ કલાકે થશે. દરરોજ કથાનો સમય રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધીનો રહેશે.● સતધામ ખાતમૂહુર્ત: ૫ માર્ચને ગુરૂવારે સવારે ૮:૦૦ કલાકે મોરબીના થોરાળા ગામ ખાતે સદ્ઘામ-મોરબીનું ખાતમૂહુર્ત કરવામાં આવશે.● કથા પૂર્ણાહુતિ: કથાની પૂર્ણાહુતિ ૫ માર્ચે રાત્રે ૧૧:૩૦ કલાકે થશે.આ મહોત્સવમાં રાષ્ટ્ર વિશે વક્તવ્ય આપવા માટે પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી અને જયંતિભાઈ ભાડેસીયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજદ્વારી અને વહીવટી મહાનુભાવો જેવા કે કાન્તીભાઈ અમૃતીયા, જયંતિભાઈ કવાડીયા, મોહનભાઈ કુંડારીયા, પુરૂષોતમભાઈ રૂપાલા, દુર્લભજીભાઈ દેથરીયા, બ્રીજેશભાઈ મેરજા, વિનોદભાઈ ચાવડા, પ્રકાશભાઈ વરમોરા, લલીતભાઈ કગથરા, ચંદુભાઈ શીહોરા, જીતુભાઈ સોમાણી, શિવરાજભાઈ ખાચર, વિરલભાઈ દલવાડી, જે. એમ. આલ, રાકેશભાઈ પટેલ, સ્વપ્નિલ ખરે, મયંકભાઈ પંડયા, કે.બી. ઝવેરી, મુકેશભાઈ પટેલ અને એસ.કે. ચારેલ સહિતના આગેવાનો હાજરી આપશે. સાધુ બાલકૃષ્ણદાસજી સ્વામી અને આયોજકો દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને સહપરિવાર અને મિત્રમંડળ સાથે આ રાષ્ટ્રકથાનું શ્રવણ કરવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #RashtraKatha #SadghamMorbi #SatshriKatha #Thorala #MorbiNews #Gujarat