મોરબી : મોરબી એલ.સી.બી. દ્વારા મોરબી તાલુકાના ખરેડા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ આરોપીઓને રોકડા રૂ. 94,000 ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. આજે તા. 26ના રોજ દરમ્યાન એલ.સી.બી.ના સ્ટફને મળેલ હકીકત આધારે મોરબી તાલુકાના ખરેડા ગામે આરોપી નરશીભાઇ મહાદેવભાઇના રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ રેઇડ દરમ્યાન આરોપીઓ નરશીભાઇ મહાદેવભાઇ ચાડમીયા, રવજીભાઇ કાનજીભાઇ ચાડમીયા, પ્રાણજીવનભાઇ દેવશીભાઇ ચાડમીયા, લલીતભાઇ બચુભાઇ રકમપરા તથા ઇશ્વરભાઇ છગનભાઇ ચાડમીયાને રોકડ રૂ. 94,000 ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.