વાકાનેર તાલુકાના કોઠારીયા ગામે બનેલા બનાવના ફરિયાદ નોંધાઇવાકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા વેવાઈ વેલાએ પ્રેમલગ્નનો ખાર રાખી કારમાં પસાર થતા પ્રેમલગ્ન કરનાર યુવાનના ભાઈ અને ભાભીને રસ્તામાં આંતરી બેફામ માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના વતની અને હાલમાં રાજકોટ કોઠારીયા રોડ ઉપર રહેતા કેતનભાઈ દિલીપભાઈ કોબીયા નામનો યુવાન પોતાના ગામમાં લગ્નપ્રસંગ હોય ગયો હતો અને બાદમાં ગઈકાલે સવારે પોતાના પત્ની સાથે ઇનોવા કારમાં જતો હતો ત્યારે કોઠારીયા ગામની શાળા પાસે એક રીક્ષા તથા બાઈક રોડ આડે મૂકી આરોપી સંજયભાઇ પ્રેમજીભાઇ મકવાણા, જેરામભાઇ મનજીભાઇ મકવાણા, જયસુખભાઇ રાજુભાઇ મકવાણા અને અમિત રાજુભાઇ મકવાણા રહે. તમામ કોઠારીયા વાળાઓએ ઇનોવા આંતરી બન્નેને નીચે ઉતારી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.વધુમાં અગાઉ ફરિયાદી કેતનના નાના ભાઈએ આરોપી જેરામભાઈ મનજીભાઈ મકવાણાની પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યા હોવાથી પ્રેમલગ્નનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરી હુમલો કરી દંપતીને ઇજા પહોંચાડી પરિવારને મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.