મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામ પાસે આવેલ નદીમાં ડૂબી જવાથી એક યુવતીનું મોત નિપજ્યું છે. હાલમાં તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા ડેનિશા ધનજીભાઈ દેત્રોજા (ઉ.વ. 25) ગામની નજીક આવેલ નદીના પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં તેઓના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મૃતકના પરિવારજનોના કહેવા પ્રમાણે યુવતી ઘરેથી એઠવાડ નાખવા માટે નદી પાસે ગઇ હતી. બાદમાં પાછી નહી આવતા તપાસ કરવામાં આવી ત્યારે તેનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ ધરી છે.