મોરબી : તા. 20-07-2026 ને સોમવારના રોજ મોરબીની ખાનપર કુમાર પ્રા. શાળામાં ફરજ બજાવતા આ. શિક્ષિકા વિરડા ભાવનાબેનના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે બાલવાટિકા તથા ધો. 1 થી ધો. 8 સુધીના શાળાનાં કુલ 234 વિદ્યાર્થીઓ તેમજ ખાનપર ગામમાં આવેલી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરતાં ધો. 9 અને ધો. 10 ના વિદ્યાર્થીઓને પાંઉભાજી ખવડાવીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શાળાના આચાર્ય તથા તમામ સ્ટાફ મિત્રો દ્વારા ભાવનાબેનને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#Morbi #Khanpar #EducationNews #BirthdayCelebration #MorbiUpdates