મોરબીમાં નિઃશુલ્ક નેચરોપથી શિબિરનો બહોળી સંખ્યામાં લાભ લેતા લોકો મોરબી : રોજિંદા જીવનમાં ખાંડ,નમક અને મેંદાનો ઉપયોગ ટાળવાથી રોગમુક્ત જીવન જીવી શકાય છે ! મોરબીમાં ગઈકાલે યોજાયેલ નિઃશુલ્ક નેચરોપથી શિબિરનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લઇ નિરોગ જીવન જીવવાની સોનેરી સલાહ મેળવી હતી. ગઈકાલે મોરબીના સંસ્કાર ધામ (સનાળા રોડ ) ખાતે યોજાયેલી પાંચમી નિઃશુલ્ક નેચરોપથી શિબિરમાં મોરબીના આરોગ્યપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહીને તન - મનની જાળવણી વિશે માહિતી મેળવી હતી. કાર્યક્રમના શુભારંભે આયોજકોએ દિવ્યાંગ ( મૂક બધિર ) યુવાનના હાથે દીપ પ્રાગટ્ય કરીને નવો રાહ ચીંધ્યો. સમગ્ર કાર્યક્રમમાં લોકોએ સ્વસ્થ જીવન જીવવાની સરળ અને વ્યવહારુ ટિપ્સ મેળવી હતી જેમાં અમદાવાદથી આવેલા નેચરોપેથ એક્સપર્ટ ડો. અમૃતભાઈ પટેલે એ ખાંડ નમક અને મેંદાના ઉપયોગને ટાળીને સ્વસ્થ અને રોગમુક્ત શરીર જાળવણીની માહિતી આપી હતી, આ પ્રસંગે રાજકોટમાં શરૂ થવા જઈ રહેલ દુધેશ્વર નેચરોથેરાપી સેન્ટરની ટીમે પણ એલોપથી ચિકિત્સા વગર વિવિધ રોગોમાંથી મુક્ત થવામાં કુદરતી જીવન પ્રદ્ધતિથી કામ કરતાં તેમના સેન્ટરની સૌને મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. કાર્યક્રમના આયોજક અને ટૂંક સમયમાં જ મોરબીમાં ને નેચરોપેથ ચિકિત્સા અને સલાહકેન્દ્ર ખોલવાના છે તેવા ડૉ જગદીશભાઈ ગજ્જરે આપના શરીરમાં શુદ્ધ પાણીની જરૂરિયાત અને તે મેળવવાના ઉપાયો વિશે સરસ માહિતી અને પ્રત્યક્ષ ડેમો રજૂ કરતા મોરબીના આરોગ્યપ્રેમી લોકોને મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ હતી. [gallery ids='41768,41769']