હળવદ-ધ્રાંગધ્રા પંથકનો વિડીઓ વાયરલ હળવદ : આજના મોબાઈલ ઈન્ટરનેટ યુગમાં પણ હજુ અંધશ્રધ્ધા યથાવત હોવાનું અને હજુ ગ્રામ્ય પ્રજા સોળમી-સત્તરમી સદીમાં જીવી રહી હોવાનું ઉજાગર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મહિલા અને પુરુષ ઉપર ચારિત્ર્ય અંગે શંકા કરી જાહેરમાં ઉકળતા તેલમાં હાથ બોળાવ્યા હોવાની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. હળવદ અને ધ્રાંગધ્રા તાલુકાની બોર્ડર ઉપર આવેલ નિમક નગર ગામમાં તાજેતરમાં એક વિચિત્ર કહી શકાય તેવી અંધશ્રધ્ધાને પ્રોત્સાહન આપતી ઘટના સામે આવી છે અને આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. જેમાં પાડોશમાં રહેતા સ્ત્રી અને પુરુષના ચારિત્ર્ય અંગે શંકા કરી એક સમુદાય દ્વારા જાહેરમાં આ પુરુષ અને મહિલાના સતના પારખાં કરાવવા ઉકળતા તેલમાં હાથ બોળાવ્યા હતા. જો કે, આવા સતના પારખાં કરવામાં મહિલા અને પુરુષના હાથમાં ફરફોલા ઉપડી જતા બન્નેને સારવારમાં પણ ખસેડવામાં આવ્યા હોવાનું અને બહાર આવ્યું છે અને જાહેર બનેલી આ ઘટનામાં તેલમાં હાથ બોળનાર પુરુષને લોકો પગે લાગતા હોવાનું પણ ઘટનાના વીડિયોમાં જોવા મળી રહ્યું છે. https://youtu.be/Yv6fvSU3XQ8