લોકડાઉન દરમિયાન તાજેતરમાં 2 મોટર સાયકલ ચોરી કરનાર શખ્સો પકડાયા માળીયા (મી.) : માળીયા (મી.) પોલીસ દ્વારા માળીયા મી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના સમયે મોટર સાઇકલ ચોરી કરનારને મોટર સાઇકલ સાથે ઝડપી વાહન ચોરીનો ગુનો ડિટેકટ કરવામાં આવ્યો હતો. ગત તા. 30 મેના રોજ માળીયા મીયાણા તાલુકામાં આવેલ ખાખરેચી ગામે નારાયણ નગર સોસાયટીમાથી છેલ્લા આશરે 15 દીવસમાં બે મોટર સાઇકલની ચોરી થયેલ હતી. જે અનુસંધાને માળીયા પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન તેઓને મળેલ બાતમીના આધારે ખાખરેચી ગામના પાદરમાં પાણીના ટાંકા પાસે કાચા રસ્તેથી આરોપીઓ અકબરભાઇ ભુરાભાઇ ભટ્ટી (ઉ.વ. 24, ધંધો-મજુરી, રહે-ભવાની ઢોરો, હળવદ), ગગજીભાઇ જીવરાજભાઇ કોઢીયા (ઉ.વ. 25, ધંધો-મજુરી, રહે- ભવાની ઢોરો, હળવદ) તથા દાઉદભાઇ કારૂભાઇ પરમાર (ઉ.વ. 22, ધંધો-મજુરી, રહે-ખાખરેચી)ને ચોરી થયેલ મોટર સાઇકલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે.