મોરબી : ખાખરેચી પાંજરાપોળમાં રહેલી આશરે 1000 ગૌમાતાના ઘાસચારા અને નિભાવ ખર્ચ માટે ખાખરેચી પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા શ્રી ચિત્રા હનુમાનજી મંદિર શનાળા રોડ મોરબી સેવાકીય સ્ટોલ રાખવામાં આવ્યો હતો. જેમાં વટેમાર્ગુઓ દ્વારા મકરસંક્રાંતિ પર્વના પવિત્ર દિવસે ગૌમાતાના ઘાસચારા માટે દાન આપીને પુણ્યનું ભાથું બાંધી આશીર્વાદ લીધા હતા. આ સેવાકીય પ્રોજેક્ટમાં ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો ચંદ્રેશભાઇ અઘારા સુનીલભાઈ પટેલ, સેવાભાવી સભ્યો દિલીપભાઈ કૈલા, ગણેશભાઈ કારોરીયા તથા પડસુબિયા ભાઈ સવારના 8:30 કલાકથી સાંજના 4:30 કલાક સુધી સતત હાજરી આપી હતી. આ સેવાકીય પ્રોજેક્ટમાં રાહદારીઓ દ્વારા કુલ રૂ. 33000 જેટલી રકમનું દાન મળ્યું હતું. આ રકમનું કલેક્શન ખાખરેચી પાંજરાપોળના સેવાભાવી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ ચિત્રા હનુમાનજી ધુન મંડળના પ્રમુખ ટી સી ફુલતરિયની યાદીમાં જણાવવામાં આવ્યું છે.