આગ સહિતની સંભવિત દુર્ઘટનાને પહોંચી વળવા આગોતરું આયોજન ત્રણ ફાયર ફાઈટર ઉપરાંત પોલીસનું પણ સતત કોમ્બિગ મોરબી : મોરબીમાં દિવાળી પર્વના અનુસંધાને આગ સહિતની સંભવિત દુર્ઘટનાને પહોંચી વળવા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવાળી નિમિત્ત ફાયર-108 ટીમ ખડેપગે રહેશે. ત્રણ ફાયર ફાઈટર ઉપરાંત પોલીસનું પણ સતત કોમ્બિગ રહેશે. મોરબીમાં દિવાળી પૂર્વ નિમિતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 108, ફાયર ફાઈટર અને પોલીસ ટીમ સતત દોડતી રહેશે. જેમાં 108 અને ફાયર વિભાગની ત્રણ ટીમ બનાવવામાં આવી છે અને દિવાળીમાં ફટાકડાથી લાગતી આગને કાબુમાં લેવા માટે ત્રણ ફાયર ફાઈટરને કામે લગાડ્યા છે. જેમાં એક ફાયર સ્ટેશને, બીજું રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોક પાસે અને ત્રીજું ફાયર ફાઈટર સામાકાંઠે તૈનાત રાખવામાં આવ્યું છે.જ્યારે દિવાળીમાં કોઈ દાઝે તો તેને તાત્કાલિક સારવાર આપવા માટે 108 ની 10 સ્થળ પાર 22 પાઇલોટ અને 21 ઇએમટીની રાઉન્ડ ધી કલોક ડ્યુટી ફાળવામાં આવી છે.ટીમ પણ ખડેપગે રહેશે. તેમજ પોલીસનું સતત પેટ્રોલીંગ રહેશે. ગઈકાલે પણ પોલીસે મુખ્યમાર્ગો ઉપર પોલીસે પેટ્રોલીંગ કર્યું હતું. આગની ઘટના માટે મોરબી ફાયર 02822 230050 નો સંપર્ક કરવો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..