જેતપર પીપળી રોડ, ખોખરા હનુમાન રોડ, સહિતના ઘણા બધા માર્ગોની બદતર હાલત હોવા છતાં તંત્ર અને લોકો ચૂપ ? કોઈ કેમ અવાજ નથી ઉઠાવતા તેવા મેસેજ વાયરલ થયા મોરબી : મોરબી શહેર, તાલુકા અને જિલ્લાના ઘણા બધા મુખ્યરોડની હાલત નર્કથી પણ બદતર છે. ત્યારે આ માર્ગોની ખરાબ હલતને લઈને વોટ્સએપમાં તંત્ર ઉપર ફિટકાર સાથે જનાક્રોશ ફાટી નીકળ્યો છે. રોડની ખરાબ હાલત વિશે વોટ્સએપમાં મેસેજ વાયરલ થયા છે કે,જેતપર પીપળી રોડ, ખોખરા હનુમાન રોડ, સહિતના ઘણા બધા માર્ગોની બદતર હાલત હોવા છતાં લોકો કેમ ચૂપ છે ? કોઈ કેમ અવાજ નથી ઉઠાવતા તેવા વેધક સવાલ ઉઠાવ્યા છે. આ વાયરલ મેસેજથી લોકોને તંત્ર સામે લડાયક મિજાજ દર્શાવવાનો લલકાર કરવામાં આવ્યો છે. વોટ્સએપમાં વાયરલ થયેલા મેસેજ મુજબ મોરબીના જેતપર પીપળી રોડ, ખોખરા હનુમાન રોડ ઉપર ખાડાને કારણે ટ્રાફિકની કાયમી હાડમારી રહે છે. એવીજ રીતે મોરબીના ઘુંટુ રોડ, પીપળી જેતપર રોડ, મેઈન હાઇવે ઉપર ભારેખમ ટ્રાફિક અને ખાડા ખાબોચિયાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. રોડની એવી હાલત છે કે, મોરબીમાં ખાડા કે ખાડામાં મોરબી ? એવી સ્થિતિ સર્જાઈ છે. રૂપાણી જ્યારે સીએમ હતા. ત્યારે તો દરેક મોરબીવાસીઓ પેમ્પલેટ પોતાની કાર પાછળ ચોંટાડીને કેહતા કે 'મોરબીમાં ખાડા કે ખાડામાં મોરબી' આવી ઝુંબેશ શરૂ થઈ હતી. તો અત્યારે કેમ કોઈ નથી બોલતું ? વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનું સૌથી હાઇએસ્ટ ટેક્સ પે કરતુ અને હાઈએસ્ટ માથાદીઠ ઈન્ક્મ ધરાવતું સીટી એટલે મોરબી છે. ટેક્સ એટલો ભારે છે. તો ઉદ્યોગોને તો રોડ કેમ સારા અને પહોળા મળતા નથી ?, રજુઆત કરી એટલે કહેશે કે વરસાદના લીધે એવા થઇ જાય છે તો ગાંધીનગરમાં તો બારેમાસ રોડ સારા જ રહે છે શું ત્યાં વરસાદ નથી પડતો ? આવા ખાડામાં જો કોઈ બીમાર હોઈ, કોઈ ડીલેવરી કેશ, એક્સીડંટ કેશ હોઈ તો 108 કેમ પહોંચશે ? ઘરે ઘરે અને ફેકટરીએ ફેકટરીએ ગેસ પાઇપ લાઈન છે તો જો આગ કસ્માત થશે તો તાત્કાલિક ફાયર બ્રિગેડ કેમ પહોંચશે ? (કે પછી ઝૂલતાપૂલ અકસ્માત વખતે 1.5 કલાકે સરકારી રાહત કાર્ય પોહચી હતી તેવું ફરી વાર થશે કે શું ? મોરબીના ઘુંટુ રોડ, ખોખરા હનુમાન રોડ, પીપળી જેતપર રોડ, લખધીર પૂર રોડ, સરતાનપર રોડ, માટેલ રોડ, રફાળેશ્વર રોડ, લાલપર-ભળિયાદ રોડ, મોરબી હળવદ રોડ, મૅઈન નેશનલ હાઇવે પર આવેલ અંદાજે 1500 ફેકટરીઓ જ સરકારને કમાઈ ને આપે છે ત્યાં આગ, અકસ્માત થશે તો જવાબદાર કોણ ?, જોકે દરરોજ નંબર પ્લેટ વગરના અને ઓવરલોડ ભરેલ ડમ્પર, ટ્રકો પલ્ટી તો મારે જ છે અને એક્સીડંટમાં ઘણાના જીવ જાય છે. 1500 ફેકટરીઓમાં દરરોજ મિનિમમ 5 ગાડી ડીસ્પેચ થઇને બહાર જાય છે, તો 5 ગાડી રો મટીરીયલ ભરીને પણ આવતી જ હોઈ તો મિનિમમ દરરોજ 8 થી 10 હાજર ગાડીનું ટર્નઓવર મોરબીમાં થાય છે, અઢળક રૂપિયાનો ટેક્સ દરરોજ સરકાર કમાઈ છે. (પણ ઓવર બ્રિજ, રોડ રસ્તા, લાઈટ, પાણી વગેરેની સુવિધા ખાલી અમદાવાદ ગાંધીનગર બાજુ જ કેમ?) મોરબીમાં કેમ નહિ ? મોરબીને એટલો અન્યાય કેમ ? નવા બનાવેલા નવલખી રોડ ઓવરબ્રિજમાં પણ ગાબડા અને નીચેનું ફાટક કાયમી માટે બંધ કરાતા ટ્રાફિકથી જનતા પરેશાન છે. આજ મોરબી સીટીમાંથી તમે પસાર થઈને સામાકાંઠે જાવ તો મિનિમમ 4 kmમાં 30થી 45 મિનિટ થાય છે. આવા પ્રશ્ન તો ઘણા છે, પણ એનો ઉકેલ ક્યારે ?