મોરબી : મોરબીના ધોળેશ્વર રોડ પર આવેલ શાંતિવન આશ્રમમાં દર વર્ષે કેશવાનંદજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ વર્ષે આગામી તા. 29ને મંગળવારના રોજ કેશવાનંદજી બાપુની 21 પુણ્યતિથિ છે. આ વર્ષે કોરોના વાયરસની મહામારીના પગલે કોઈપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ નથી. તેમ આશ્રમની યાદીમાં જણાવાયું છે.