મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા દર્દીઓ અને દુર્ઘટનાના અનાથ અને વિધવાઓ માટે આજીવન ફ્રીમાં ફિઝિયોથેરાપી સારવાર મોરબીના કેશર ફીઝીયોથેરાપી સેન્ટર દ્વારા આપવાની સરાહનીય જાહેરાત કરવામાં આવી છે. મોરબીના સર્કિટ હાઉસ મેઇન રોડ પર શિવ કોમ્પલેક્ષમાં આવેલા કેશર ફીઝીયોથેરાપી સેન્ટર દ્વારા દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને ફીઝીયોથેરાપીનું ફ્રીમાં નિદાન અને સારવાર કરી આપવામાં આવશે. આ ઉપરાંત દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકો અને વિધવા બહેનોને આજીવન ફ્રી નિદાન અને સારવાર કરી આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.