કેરાવીટની ડબલ ચાર્જ ટાઇલ્સ વિઝિટર્સને ખૂબ પસંદ પડી : સ્ટોલમાં વિઝિટર્સનો સતત ધસારો : હાલ કંપની 45થી વધુ દેશોમાં કરી રહી છે વેપારનવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'માં કેરાવિટ વિટ્રીફાઇડ LLPની ડબલ ચાર્જ ટાઇલ્સના અદ્ભૂત કલેક્શનમાં વિઝિટર્સ ખૂબ રસ લઈ રહ્યા છે. એક્સપો થકી કંપનીએ આ વર્ષે નવા 5 દેશોમાં વ્યાપાર વધારવાનો લક્ષ્યાંક રાખ્યો છે. નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નો આજે ત્રીજો દિવસ છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક મહાનુભાવોએ આ એક્સપોની મુલાકાત લીધી છે.આ એક્સપોમાં મોરબીના નીચી માંડલ પાસે આવેલ કેરાવિટ વિટ્રીફાઇડ LLPનો સ્ટોલ છે. કંપની દ્વારા ડબલ ચાર્જ ટાઇલ્સમાં 600× 600 અને 600×1200 બનાવવામાં આવી રહી છે. અહીં ડિસ્પ્લેમાં 20 થી વધુ આકર્ષક સાઈઝ માં ટાઇલ્સની ડિઝાઇન મુકવામાં આવી છે. કંપનીના મેનેજીંગ ડિરેક્ટર એવા નિલેશભાઈ જેતપરિયા અને ડિરેકટર આશિષભાઈ જેતપરિયાએ જણાવ્યું કે વાઇબ્રન્ટ બિલ્ડકોન એક્સપોમાં તેઓને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તેઓ હાલ 45થી વધુ દેશોમાં વેપાર કરી રહ્યા છે. આ એક્સપો થકી વર્ષ 2025ના અંત સુધીમાં નવા 5 દેશો સાથે વેપાર શરૂ કરવાનો તેઓનો લક્ષ્યાંક છે. આ એક્સપોમાં તેઓના સ્ટોલમાં ફોરેન અને ડોમેસ્ટિક વિઝિટર્સ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. વધુમાં તેઓએ આ ગ્લોબલ એક્સપો વિશે જણાવ્યું કે કંપનીને વિદેશી બાયર્સ સાથે વ્યાપારી સંબંધો વધારવા અને બ્રાન્ડિંગ કરવા માટે આ એક્સપો મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે. આજે એક્સપોનો ત્રીજો દિવસ છે. છતાં એક્સપોમાં વિઝિટર્સ આવવાનું યથાવત જ રહ્યું છે.