મોરબી : મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત છત્રપતિ શિવાજી મહારાજનું વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક જાણતારાજાના શો ચાલી રહ્યા છે. જેમાં તારીખ 7 મેના રોજ જાણતારાજા મહાનાટકનો શો યોજાશે. જેનું બુકિંગ પણ ચાલુ છે. તો ટિકિટ બુક કરાવી લેવા અનુરોધ કરાયો છે. શુભેચ્છા દાન આપી ટિકિટ મેળવવા માટે સવારે 9 થી રાત્રે 11 વાગ્યા સુધી જાણતા રાજા કાર્યાલય, દુકાન નંબર 57, કેપિટલ માર્કેટ, આઈસીઆઈસીઆઈ બેંકની બાજુમાં, રવાપર ચોકડી મોરબી ખાતે સંપર્ક કરવા જણાવાયું છે. શો દરમિયાન રાયગઢ કિલ્લા, છત્રપતિ શિવાજી મહારાજ મહાનાટક મેદાન, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે સાંજે 6 વાગ્યાથી પણ ટિકિટ મળી જશે. વધુ માહિતી માટે મો.નં. 9429912489 અથવા 9429912689 પર સંપર્ક કરવા જણાવાયું છે.