મોરબી : મોરબી શહેરમાં ગઈકાલે ઝૂલતા પૂલ તૂટવાથી જે ગોઝારી દુર્ઘટના બની છે તેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે, તેમના આત્માને શાંતિ મળે તે માટે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સોમવારના રોજ સાંજના સાત વાગ્યે કેન્ડલ માર્ચ યોજવામાં આવનાર છે. આ કેન્ડલ માર્ચના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સાંજે ૭ : ૦૦ કલાકે નહેરુ ગેટ ચોક, મોરબી ખાતે યોજાનાર છે. જેના જોડાવવા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયંતિભાઈ જે. પટેલની યાદીમાં જણાવાયું છે.