રોંગસાઇડમાં ધસી આવેલા ટ્રક ટ્રેલર ચાલકે અકસ્માત સર્જતાં એક ઈજાગ્રસ્ત મોરબી : મોરબી તાલુકાના ખાખરાળા - જેપુર ગામ વચ્ચે રોન્ગ સાઈડમાં ધસી આવેલા ટ્રક ટ્રેલર ચાલકે અશોક લેલેન્ડ કંપનીના બડા દોસ્ત વાહનને હડફેટે લઈ અકસ્માત સર્જતાં પીકઅપ વાહનમાં બેઠેલા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું જયારે પીકઅપ ચાલકને ઈજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ખાખરાળા - જેપુર ગામ વચ્ચે રોન્ગ સાઈડમાં ધસી આવેલા GJ-16-AW-9859 નંબરના ટ્રક ટ્રેલર ચાલકે GJ-36-V-2806 નંબરના અશોક લેલેન્ડ કંપનીના બડા દોસ્ત વાહનને હડફેટે લઈ અકસ્માત સર્જતાં પીકઅપ વાહનમાં બેઠેલા વિશ્વનાથ શ્યામસુંદર નાયકને ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નિપજયુ હતું.જયારે પીકઅપ ચાલક સુખરાજને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પુત્ર જ્યોતિન્દ્ર વિશ્વનાથ નાયક રહે.એન.એસ.એન્જીનિયરીંગ પ્લાસ્ટીક કારખાનામા, બરવાળા ગામ તા.જી.મોરબી મુળ રહે. કઇઠળા ગામ તા.પરલાખેમુંડી જી.ગજપતિ ઓડીસા વાળાએ ટ્રેલર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.