હળવદ : હળવદ - રાયસંગપર રોડ ઉપર ગત તા.15ના રોજ જીજે - 09 - બીબી - 5979 નંબરની સેન્ટ્રો કારના ચાલકે જીજે - 36 - એએચ - 9407 નંબરના ડબલ સવારી બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જતાં રાકેશભાઈ શેખાભાઈ ક્લોત્રા સહિત બે લોકોને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા સેન્ટ્રો કારના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.