મોરબી : સ્વ. નલિનભાઈ ધનજીભાઈ છનીયારાના સ્મરણાર્થે રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા તારીખ 3 અને 4 ઓક્ટોબરના રોજ નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.હાલમાં સ્ત્રીઓમાં ગર્ભાશય અને સ્તન કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. શરમ, સંકોચ અને આર્થિક કારણોસર લોકો સમયસર નિદાન કરાવવાનું ટાળતા હોય છે. સજાગતાથી જો પ્રાથમિક સ્ટેજમાં જ તપાસ થઈ જાય તો ઘણા પ્રકારની તકલીફો અને વેદનાથી બચી શકાય છે. સામાન્ય રીતે આ ટેસ્ટની કિંમત રૂપિયા 5,000 હોય છે પરંતુ રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આ નિદાન કેમ્પ નિઃશુલ્ક કરવામાં આવશે. નીલાબેન છનીયારાના સૌજન્યથી તારીખ 3 અને 4 ઓકટોબરના રોજ સવારે 10 થી 4 વાગ્યા સુધી મોરબીના સ્વામિનારાયણ મંદિર સામે ઝૂલતા પુલ પાસેની મયૂર હોસ્પિટલમાં આ નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે.આ કેમ્પમાં લાભ લેવા માટે સોનલબેન શાહ (મો.નં. 7990542612), નીલાબેન છનીયારા (મો.નં. 9428280599), બંસી શેઠ (મો.નં. 9376652360) નંબર પર રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે.