ટંકારા : આગામી એક અઠવાડિયું ઠંડીનું જોર વધશે. 14 ડિસેમ્બર સુધી ઠંડીનો રાઉન્ડ આવવાનો છે. તેવી ટંકારાના નાના ખીજડિયાના એક હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે.ટંકારાના નાના ખીજડિયા ગામના હવામાન નિષ્ણાત રમેશ બસીયાના જણાવ્યા અનુસાર કારતક માસ પુરો થયા બાદ હવે શિયાળો જમાવટ લેશે. આજથી આગામી તારીખ 14 ડિસેમ્બર સુધી ઠંડીનો જોરદાર રાઉન્ડ આવશે. હાલ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ છે. તે ગુજરાતને સિધી અસર કરશે નહી. જેથી આગાહી સમયમાં હવામાન સૂકું અને આકાશ સ્વચ્છ રહેશે. હાલ કોઈ માવઠું નહીં આવે અને ફ્રેશ વેસ્ટ્રન ડીસબન્સ ઉત્તર ભારત ને 8 ડિસેમ્બરથી અસર કરશે તેથી પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષા અને ઉત્તરના મેદાની રાજ્યોમાં વરસાદ પડશે તેથી ઉત્તર પૂર્વના ઠંડા પવનો ગુજરાત તરફ આવશે.તારીખ 9/10 બે દિવસ ઠંડા પવન દિવસ દરમિયાન નોર્મલથી વધુ રહેશે. કચ્છ લાગુ મોરબી વિસ્તારમાં અમુક જગ્યાએ તાપમાન 10 ડિગ્રી કે તેથી નીચે જોવા મળશે.