મોરબી : શકત શનાળામાં આવેલ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ ખાતે તા. ૨૪ને શુક્રવારના રાત્રે ૦૯:૦૦ કલાકે કાવ્ય કુંભનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનો સમગ્ર અને સર્વાંગી વિકાસ થાય તેમજ માતૃભાષા અને રાષ્ટ્રભાષા પ્રત્યેની સંવેદના, લાગણી અને ભાવ જાગે તે ઉદેશ્ય સાથે કવિતાઓનાં માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નિલેષભાઈ રાણિપા (જિલ્લા શિક્ષણાધિકારી, મોરબી), રવિન્દ્રભાઈ બોરોલે (પ્રિન્સીપાલ-જવાહર નવોદય વિધાલય), દેવેનભાઈ રબારી (પ્રમુખ-યંગ ઈન્ડિયા ગ્રુપ), હંસરાજભાઈ ગામી (સ્વરાંગન સ્ટુડિઓ-સંગીત પ્રેમી) ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પધારવા જયંતીભાઈ રાજકોટિયા (મુખ્ય વ્યવસ્થાપક સરસ્વતી શિશુમંદિર-મોરબી)ડૉ. વિજયભાઇ ગઢિયા ( વ્યવસ્થાપક), સુનીલભાઈ પરમાર (નિયામક),ડૉ. બાબુભાઇ અઘારા (પ્રમુખ), દક્ષાબહેન અમૃતિયા (પ્રધાનાચાર્ય)એ નિમંત્રણ પાઠવ્યું છે.