મહેમાનો ઓ વ્હાલા શોમાં 'હિમાલય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ'ના કૌશિકભાઈ બારૈયા સાથે આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં 'હિમાલય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ'ના કૌશિકભાઈ બારૈયા સાથે આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. મોરબી અપડેટ દ્વારા મોરબી શહેરનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે. આ રેડિયોથી અલગ અલગ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર પ્રતિભાઓ વિશે લોકો ને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 'મહેમાનો ઓ વ્હાલા' કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે. આ શોમાં આજે જાણીતી ટ્રાવેલ્સ કંપની 'હિમાલય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ'ના કૌશિકભાઈ બારૈયા મહેમાન બનશે. એપ્રિલ મહિનો ચાલતો હોવાથી અત્યારે લગભગ બધી શાળાઓ તથા કોલેજોમાં આભ્યાસ કરતા બાળકોને વેકેશન પડી ગયું છે, આથી વેકેશનમાં આપણે લોકોએ કઈ જગ્યાએ ફરવા માટે જવું, એની ખાસ માહિતી મેળવવા માટે આજે કૌશિકભાઈ બારૈયાને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે, તો આજે રાત્રે 9 વાગ્યે તેમને સાંભળવાનું ચૂકશો નહીં. આ ઉપરાંત આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 દરમિયાન રિપીટ પણ થવાનો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news