મૂળ રાજકોટના અગ્રણી મુકેશભાઈ કેસરિયાની હોટેલમાં તમામ ઠાઠ-માઠ સાથેની એ ટુ ઝેડ વ્યવસ્થા : કમ્ફર્ટેબલની સાથે એફોર્ડેબલ પણ : જમવાનું પણ અહીં જેવું જ ચટાકેદાર હોટેલમાં જ વિઝા પ્રોસેસિંગ, કરન્સી એક્સચેન્જ, કોવિડ પીસીઆર ટેસ્ટ, લોકલ સિમ કાર્ડ રજીસ્ટ્રેશન અને ટેક્ષી સહિતની સુવિધાઓ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કેન્યા જતા મોરબી ઉદ્યોગપતિઓ કે ટુરીસ્ટરોને ત્યાં પણ કાઠીયાવાડની મહેમાનગતિ માણવા મળશે. કારણકે નૈરોબીમાં મૂળ રાજકોટના અગ્રણીની જવેલ સ્ટોન હોટેલ જાણે તમે ગુજરાતમાં જ હોય તેવા વાતાવરણ સાથે એ ટુ ઝેડ સુવિધા પૂરી પાડશે. કેન્યાના નૈરોબી ખાતે ઇન્ડિયન શોપિંગ સેન્ટર પાસે જવેલ સ્ટોન હોટેલ કાર્યરત છે. જે બુટિક હોટેલ છે. અહીં રહેલા તમામ 42 જેટલા રૂમ અલગ- અલગ રીતે ડેકોરેટ કરાયા છે. આ હોટેલ સ્વિમિંગ પુલ, રેસ્ટોરન્ટ, ફ્રી પાર્કિંગ, વાઇફાઇ સહિતની અનેક સવલતો ધરાવે છે. વધુમાં ગુજરાતી ગ્રાહકોને સરળતા રહે તે માટે હોટેલ ખાતેથી જ વિઝા પ્રોસેસિંગ, કરન્સી એક્સચેન્જ, કોવિડ પીસીઆર ટેસ્ટ, લોકલ સિમ કાર્ડ રજીસ્ટ્રેશન, એરપોર્ટ સુધીની શટલ સર્વિસ- ટેક્સી સર્વિસ પુરી પાડવામાં આવે છે. આ ઉપરાંત માસાઈ મારા, મુમ્બાસા અને બીજા બધા ટુરિસ્ટ ડેસ્ટિનેશનની ટ્રીપ્સ એન્ડ ટુર્સ તેમજ નેશનલ પાર્ક, એલીફન્ટ સેન્ચ્યુરી, ક્રોકોડાઈલ પાર્ક, મ્યુઝિયમ, જીરાફ સેન્ટર અને મોલ્સ જેવી જગ્યા માટે ડે ટ્રીપ્સની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ હોટેલના માલિક એવા મૂળ રાજકોટના મુકેશભાઈ કેસરિયા ( કાજલ સ્ટુડિયોવાળા) જણાવે છે કે ગુજરાતથી અહીં આવતા ગ્રાહકો અમારા માત્ર ગ્રાહક હોતા નથી. તેઓ સાથે એક લાગણી જોડાયેલી હોય છે. તેઓને મહેમાનગતિ આપવાની જે તક મળે છે તેમાં અમે કોઈ કસર છોડતા નથી. ગુજરાતીઓને અહીં ખૂબ સારું વાતાવરણ મળે તે પ્રકારે બધી વ્યવસ્થા કરી છે. દરેક ગુજરાતી જ્યારે વિદેશ જાય છે ત્યારે મુખ્ય સમસ્યા જમવાની હોય છે. પણ અહીં આવનાર ગુજરાતીને એ સમસ્યા નહિ રહે. કારણકે અહીં વેજિટેરિયન રેસ્ટોરન્ટ છે. જેમાં એકથી એક ચડિયાતી ચટાકેદાર ઇન્ડિયન આઇટમો મળે છે. સાથે અમારે ત્યાં સ્પેશિયલ ઇન્ડિયન બ્રેકફાસ્ટ પણ બને છે. અંતમાં તેઓ જણાવે છે કે અહીં મોરબીના ઉદ્યોગપતિઓ અને ટુરીસ્ટો વધુ પ્રમાણમાં આવતા હોય છે. તેઓને અહીં જાણે ગુજરાતમાં જ હોય તેવી અનુભૂતિ થશે. તો એક વખત જરૂરથી જવેલ સ્ટોન હોટેલની મહેમાનગતિ માણજો. મુકેશભાઈ કેસરિયા મોબાઈલ નં. +254 755 515530 વોટ્સએપ નં. +254 722 515530 પૂર્વીબેન કેસરિયા મોબાઇલ નં. +254 736 602553 ઇ-મેઈલ : manager@jewelstonehotel.co.ke વેબસાઈટ : www.jewelstonehotel.co.ke.