20 જગ્યાએ પક્ષી કલેક્શન સેન્ટર ઉભા કરાયામોરબી : ઉત્તરાયણના પર્વમાં ઘાયલ પક્ષીઓની વિનામૂલ્યે સારવાર માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં 24x7 હેલ્પલાઇન તથા સારવાર કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું છે. પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે તથા સંસ્થા દ્વારા મોરબીના મુખ્ય જગ્યોઓ ઉપર 20 પક્ષી કલેક્શન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. જેમાં તારીખ 13-14-15 જાન્યુઆરી સુધી પક્ષી સારવાર કેન્દ્ર, પટેલ મેડિકલ સામે, બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી ખાતે સવારે 9 થી રાત્રે 11 વાગ્યા સુધી કેન્દ્ર ચાલુ રહેશે. જ્યારે તારીખ 14 જાન્યુઆરી સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી રવાપર ચોકડી, અવની ચોકડી, પંચાસર રોડ, રાજનગર નાકે અને મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી 2 ખાતે કેન્દ્ર કાર્યરત રહેશે. 14 જાન્યુઆરીએ સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી ફ્લોરા 158, S.P રોડ પર સરદાર પટેલ આર્કેડ, ગોકુળ મથુરા સોસાયટી, ઉમિયા સર્કલ પાસે મહાદેવ મંદિર, સુપર માર્કેટ સામે, GIDC સ્વામિનારાયણ મંદિર, નગર દરવાજે, મહેન્દ્રનગર ચોકડીએ પટેલ પાન, નાની કેનાલના અવધ સોસાયટી કોર્નર અને શકિત ટાઉનશિપ પાસે રવાપર દાન તેમજ ઘાયલ પક્ષીઓ સ્વીકારવામાં આવશે. ઉપર આપેલા લોકેશન સિવાય મોરબીમાં ક્યાંય પણ ઘાયલ પક્ષીની તાત્કાલિક સારવાર કરવા સંસ્થાના સભ્યો પણ આવીને લઈ જશે જેના માટે હેલ્પલાઇન નંબર 7574868886, 7574885747, 7574885742 પર સંપર્ક કરવા જણાવાયું છે.પક્ષી અને પશુઓની ઇમરજન્સી સારવાર માટે સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા પણ હેલ્પલાઇન શરૂ કરાઈ છે. જેમાં યદુનંદન ગૌશાળા- 96381 35635, 98252 13114 પર સંપર્ક કરી શકાશે. મકરસંક્રાંતિના દિવસે 14 જાન્યુઆરીના રોજ મોરબીમાં કોઈપણ જગ્યાએ ઘવાયેલ પક્ષીની નિઃશુલ્ક સારવાર માટે મો.નં. 8320484709 પર સંપર્ક કરવા જણાવાયું છે.