મોરબી : મોરબીના કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક તહેવારને અનુરૂપ લોકોને વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ મકરસંક્રાંતિના પર્વની ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નવલખી રોડ, નવલખી ફાટક તથા દલવાડી સર્કલ નજીકના ઝુંપડપટ્ટી વિસ્તારમાં બાળકોને પતંગો તથા દાતા દ્વારા બિસ્કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોના ચહેરા પર ખુશી લાવી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી.