ઈજાગ્રસ્ત કે બીમાર પક્ષી દેખાય તો હેલ્પલાઇન નંબર 7574868886 પર સંપર્ક કરવા અપીલમોરબી અપડેટ : મોરબીમાં ચોમાસા દરમિયાન પડી રહેલા ભારે વરસાદ વચ્ચે અબોલ પશુ-પક્ષીઓની સારવાર અને રક્ષણ માટે 'કર્તવ્ય જીવદયા કેન્દ્ર' (KJK) સંચાલિત 'કર્તવ્ય એનિમેલ હેલ્પલાઇન' સતત કાર્યરત રાખવામાં આવી છે.ભારે વરસાદ અને તેના કારણે સર્જાતી ઠંડીના વાતાવરણને લીધે પક્ષીઓ બીમાર પડવાની તેમજ ઈજાગ્રસ્ત થવાની સંભાવનાઓ વધી જતી હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા મોરબીવાસીઓને અપીલ કરવામાં આવી છે કે શહેર કે આસપાસના કોઈપણ વિસ્તારમાં જો કોઈ ઈજાગ્રસ્ત કે બીમાર પક્ષી દેખાય તો તરત જ કર્તવ્ય એનિમેલ હેલ્પલાઇન નંબર 75748 68886 પર સંપર્ક કરવો. #Morbi #MorbiUpdate #KartvyaAnimalHelpline #Jivdaya #AnimalRescue #BirdRescue #MorbiRain #Monsoon2026 #MorbiNews