મોરબી : મોરબીની એમ.એમ. સાયન્સ ઓલેજમાં ગત તારીખ 26 જુલાઈના રોહ એન.સી.સી.ના જવાનો દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી સ્થિત એમ.એમ. સાયન્સ કોલેજમાં ગત તારીખ 26ના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી એન.સી.સી.ના જવાનો દ્વારા સંસ્થાના પ્રમુખ પ્રદીપભાઈ વોરાની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મોરબી જિલ્લા કલેટર આર.જે. માકડીયા, સંસ્થાના મહામંત્રી રજનીભાઇ મહેતા, સભ્ય દેવાંગભાઈ દોશી અને કેતનભાઈ દફતરી ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ એવા કલેક્ટર આર.જે. માકડિયાને એન.સી.સી દ્વારા સૌપ્રથમ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સેનાએ દ્વારા યુદ્ધાભ્યાસ એટલે કે સેક્શન બેટલ ડ્રિલ કરવામાં આવ્યું હતું અને અંતમાં શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.સી.સી. ઓફિસર કેપ્ટન ડો. બી.એમ. શર્માએ તથા આભારવિધિ કોલેજના પ્રિન્સિપાલ ડો. જે.એમ. પરમારે કરી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne