મોરબી : મોરબીમાં આજે તારીખ 8 ડિસેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી મોરબી- રાજકોટ હાઈવે પર આવેલી ઓમ શાંતિ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ ખાતે નિહોન શોટોકાન કરાટે એસોસિએશન દ્વારા ઓપન સૌરાષ્ટ્ર કરાટે ચેમ્પિયનશિપ-2024નું આયોજન કરવામાં આવ્યું છે.આ કરાટે ચેમ્પિયનશિપ મોરબી, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, સોમનાથ, વેરાવળ, જામનગર સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કરાટે કા ભાગ લેશે. જેમાં કુમિતે (ફાઇટ) કાતા (અદ્રશ્ય ટેક્નિક) સહિતના ટેક્નિકલ કરાટે ચેમ્પિયનશિપ યોજાશે. આ ચેમ્પિયનશિપમાં સૌરાષ્ટ્ર કરાટે એસોસિએશનના પ્રેસિડન્ટ મનીષભાઈ અગ્રવાત દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.