7 જિલ્લાના 250 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો મોરબી : મોરબીમાં આજે તારીખ 8 ડિસેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મોરબી- રાજકોટ હાઈવે પર આવેલી ઓમ શાંતિ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ ખાતે નિહોન શોટોકાન કરાટે એસોસિએશન દ્વારા ઓપન સૌરાષ્ટ્ર કરાટે ચેમ્પિયનશિપ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કરાટે ચેમ્પિયનશિપનું સમગ્ર આયોજન ટેકનો ફાઇટ માર્શલ આર્ટ્સ સાથે સંલગ્ન રાજકોટની એમ ડાયનેમિક માર્શલ આર્ટ્સ ટએકેડેમી કરાયું છે. જેમાં સૌરાષ્ટ્રના સાત જિલ્લા મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, સોમનાથ, જામનગર સહિતના જિલ્લામાંથી ખેલાડીઓ ભાગ લેવા આવ્યા છે. જેમાં કુમિતે (ફાઇટ) અને કાતા (અદ્રશ્ય ટેક્નિક) ઇવેન્ટમાં તમામ બાળકોએ ભાગ લીધો છે. આ પ્રસંગ ઓમ શાંતિ સ્કૂલના ટ્રસ્ટી સુમન સર, મોરબીના પોલીસ ઇન્સ્પેકટર જાડેજા સાહેબ અને સોનેરા મેડમ ઊપસ્થિત રહ્યા હતા. આ ચેમ્પિયનશિપમાં સૌરાષ્ટ્ર કરાટે એસોસિએશનના પ્રેસિડન્ટ મનીષભાઈ અગ્રવાત સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.