મોરબી : વાંકાનેરના ઢુંવા ગામે રહેતો કરણ નામનો બાળક ચરાડવા ગામેથી મળી આવતા માતા-પિતાથી વિખુટા પડેલા કરણનો પરિવાર સાથે મિલાપ કરાવવા ચાઈલ્ડ લાઈન ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. મોરબી ચાઈલ્ડ લાઈન ટીમને ગઈકાલે ચરાડવા ખાતેથી અંદાજે આઠેક વર્ષની ઉંમર ધરાવતો બાળક મળી આવેલ છે. આ બાળકને ધરપત આપી પૂછપરછ કરતા બાળકનું નામ કરણ હોવાનું તથા પપ્પાનું નામ અમરસિંહભાઈ અને માતાનું નામ રેખાબેન હોવાનું જણાવેલ છે. મૂળ મધ્ય પ્રદેશના વતની કરણના માતાપિતા પરિવાર સાથે ઢુવા ગામે રહેતા હોવાનું અને ગઈકાલ રમતા - રમતા ઘરેથી નીકળી ગયેલ હોવાનું જણાવે છે. આ બાળકના માતાપિતાને શોધવા ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા ઢુંવા ગામના સરપંચ અને અન્ય લોકોની મદદ લેવામાં આવી રહી છે. જો આ બાળક કે તેમના માતાપિતા અંગે કોઈ જાણકારી હોય તો, મોબાઈલ નંબર 7096819345, 9316755311 ઉપર સંપર્ક કરવા ચાઈલ્ડ લાઈન ટિમ મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..