ધારાસભ્ય સાબરીયા સહિત રાજકીય અગ્રણીઓ તેમજ શહેરીજનો કાર્યક્રમમાં જોડાયા હળવદ : આજે હળવદમાં સરસ્વતી શિશુ મંદિર ખાતે સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય સાબરીયા અને શહેરીજનો જોડાયા હતા. હળવદ સરસ્વતી શિશુ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હાજર રહેલ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ જણાવ્યું હતું કે સૌથી વધુ તાકાત યોગમાં છે. સમગ્ર દુનિયામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતીય તોગના ફાયદાઓ પહોંચાડી દેશને ગૌરવવંતો બનાવ્યો છે. આજે સરસ્વતી શિશુ મંદિર ખાતે કોરોના મહામારીને ધ્યાને લઇ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ તકે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, પાલિ પ્રમુખ રમેશભાઈ પટેલ,કારોબારી ચેરમેન અશ્વિનભાઈ કણજરીયા, શહેર ભાજપના મહામંત્રી સંદીપભાઈ પટેલ, રમેશભાઈ ભગત, મોરબી જિલ્લા યુવા ભાજપના મંત્રી તપનભાઈ દવે સહિતના રાજકીય અગ્રણીઓ તેમજ શહેરીજનો અને સરસ્વતી શિશુ મંદિરની બાળાઓ યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ હતી.