મોરબી : મોરબી શહેરમાં આવેલી કપોરીવાડી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહેમાનોમાં હસમુખભાઈ વડાવિયા (ઈજનેર જિલ્લા પંચાયત), કે.ડી પડસુંબીયા તેમજ રિતિકભાઈ વિડજા સી.આર.સી.કો-ઓર્ડીનેટરના હસ્તે ધોરણ 1માં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. આ કાર્યક્રમમા ધોરણ 3 થી 8માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ NMMS પરીક્ષામાં પાસ થઈ મેરિટમાં સ્થાન મેળવનાર 4 વિદ્યાર્થીઓને સન્માન સાથે પ્રોત્સાહક ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓ દ્વારા સુંદર નૃત્ય સાથે પ્રાર્થના ગીત રજુ કરવામાં આવ્યું હતું. શાળામાં જુદી જુદી રીતે પોતાનું પ્રદાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં હરેશભાઈ ચાવડા, બળદેવભાઈ નકુમ, ગોકળભાઈ ડાભી, પ્રકાશભાઈ ડાભી, કિશનભાઇ ડાભી, મોરભાઈ ડાભી, રમેશભાઈ ડાભી, પ્રવીણભાઈ નકુમ, ધનજીભાઈ કાલરીયા વગેરે દાતાઓનું સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ શાળાના આચાર્ય સુનિલભાઈ જોશીએ કરી હતી. તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન ડાભી ચંદ્રિકા, સોનગરા જય તેમજ વિજયભાઈએ કર્યું હતું.