મોરબી : આજે હનુમાનજી મહારાજનો પ્રિય વાર એટલે કે શનિવારનો શુભ દિવસ છે ત્યારે જ મોરબીમાં કપિરાજના દર્શન થતા હનુમાનભક્ત ભાવિકોમાં આનંદ છવાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા જડેશ્વર મહાદેવ મંદિરે આજે વહેલી સવારમાં કપિરાજ મહેમાન બનતા મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી હતી અને કપિરાજના આગમનની વાત વહેતી થતા અનેક લોકો કપિરાજને નિહાળવા આવી પહોંચ્યા હતા.