મોરબી : મોરબીમાં ગોલ્ડન માર્કેટ પાછળ આવેલ રાજલ ગ્રીન વેજીટેબલ નામની મુન્નાભાઈની દુકાનમાં આજે સવારના સમતે ઓચિંતા કપિરાજ પધાર્યા હતા. તેઓએ શાકભાજી અને ફળ આપતા કપિરાજે શાંતિપૂર્ણ રીતે તેને આરોગ્યા હતા. બીજી તરફ કપિરાજને જોઇ બાળકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.