મહામંડલેશ્વર રતનેશ્વરી દેવીજી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના મહામંત્રી શશીકાંતભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે મોરબી: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયાજીના માર્ગદર્શન હેઠળ દેશભરના વિવિધ પ્રખંડોમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રીના પાવનપર્વ નિમિતે માઁ જગદંબાની આરાધના ઉપરાંત કન્યા પૂજન તેમજ શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા મોરબી જીલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તા.28-9-2025 ને રવિવારના રોજ સવારે 9 કલાકે શહેરના જલારામ ધામ ખાતે 501 કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીજી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી શશીકાંતભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. કન્યાઓના પૂજન બાદ દરેક કન્યાઓને લ્હાણી અર્પણ કરવામાં આવશે ત્યારબાદ મહાપ્રસાદનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જિલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જિલ્લા અધ્યક્ષ નેવીલભાઈ પંડિત, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી શહેર અધ્યક્ષ પારસભાઈ ચગ દ્વારા સંયુક્ત યાદીમાં જણાવાયું છે.