પાંચ વર્ષમાં કાનાભાઈના પરિવારની મિલકતોમાં કુલ 3.22 કરોડનો વધારો થયો : અમૃતિયા દંપતી પાસે 435 ગ્રામ સોનુ મિલકત અંગે કાંતિલાલ અમૃતિયાએ 2017ની ચૂંટણીમાં અને અત્યારે જાહેર કરેલી વિગતનું સરવૈયું મોરબી : મોરબી - માળીયા બેઠક ઉપર પાંચ-પાંચ ટર્મ સુધી લગલગાટ જીત મેળવી વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલનમાં હારી ગયેલા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાને ભાજપે ફરી ટિકિટ આપી છે ત્યારે શુક્રવારે મૌન રેલી યોજી નામાંકન પત્ર ભરનાર કાનાલાલની મિલ્કતમાં છેલ્લા પાંચ વર્ષમાં અનેકગણો વધારો થયો છે. તેમની સ્થાવર મિલ્કતમાં રૂ. 1.98 કરોડ અને જંગમ મિલ્કતમાં રૂ. 1.24નો પાંચ વર્ષમાં વધારો થયો છે. આમ કુલ 3.22 કરોડનો વધારો થયો છે અને પાછલા પાંચ વર્ષમાં 2,35,10,178નું તેઓએ ધંધામાં રોકાણ કર્યું હોવાનું સત્તાવાર સોગંદનામામાં જાહેર કર્યું છે.જો કે, પાંચ વર્ષમાં તેમના આવકવેરા રિટર્નમાં ઘટાડો નોંધાયો છે. કાંતિલાલ અમૃતિયાના પરિવાર પાસે એફિડેવિટ મુજબ હાલમાં જંગમ મિલકત કુલ 2.96 કરોડ અને સ્થાવર મિલકત કુલ 6.26 કરોડ થાય છે. જો કે, છેલ્લા પાંચ વર્ષમાં તેમના આવકવેરા રિટર્નમાં ઘટાડો નોંધાયો છે જે પાછળ કોરોના કાળની મંદી કારણભૂત હોવાનું રિટર્ન ઉપરથી સ્પષ્ટ પણે જણાઈ રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની તેમજ પુત્ર પાસે વર્ષ 2017માં અને હાલમાં કેટલી સ્થાવર, જંગમ મિલ્કત, સોનુ, ગાડી, બેંકમાં થાપણ, હાથ ઉપર રોકડ રકમ, ધંધામાં રોકાણ, કોઈ વ્યક્તિને ઉછીના આપેલા અને કોઈ પાસેથી ઉછીના લીધેલા નાણાં, ખેતી,બિનખેતીની જમીન સહિતની તમામ બાબતો નીચે મુજબ તુલનાત્મક રીતે રજૂ કરવામાં આવી છે. જે નીચે મુજબ છે. આવકવેરા રિટર્નમાં બતાવેલી આવક છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કાંતિલાલ અમૃતિયા (પોતે) : 13,04,998 (વર્ષ 2017-18) 14,46,690 (વર્ષ 2018-19) 32,07,643 (વર્ષ 2019-20) 25,51,980 (વર્ષ 2020-21) 21,56,760 (વર્ષ 2021-22) 11,57,510 (વર્ષ 2022-23) જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 6,98,297 (વર્ષ 2017-18) 2,99,830 (વર્ષ 2018-19) 6,90,314 (વર્ષ 2019-20) 16,96,490 (વર્ષ 2020-21) 10,95,940 (વર્ષ 2021-22) 13,32,440 (વર્ષ 2022-23) પ્રથમ (પુત્ર) : 2,43,600 (વર્ષ 2021-22) 6,02,300 (વર્ષ-2022-23) હાથ ઉપર રોકડ (વર્ષ-2022) કાંતિલાલ અમૃતિયા (પોતે) : 9,30,274 જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 2,74,500 પ્રથમ (પુત્ર) : 4,84,501 ટોટલ : 16,89,275 પાંચ વર્ષ પહેલાની હાથ ઉપર રોકડ (વર્ષ-2017) કાંતિલાલ અમૃતિયા (પોતે) : 9,81,600 જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 10,00,000 જાહનવી (પુત્રી) : 2,50,000 પ્રથમ (પુત્ર) : 1,95,000 ટોટલ : 24,26,600 બેન્ક થાપણ (વર્ષ-2022) કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,16,383 જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 2,02,006 પ્રથમ (પુત્ર) : 56,502 ટોટલ : 3,74,891 પાંચ વર્ષ પહેલાની બેન્ક થાપણ (વર્ષ-2017) કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,13,757 જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 2,65,313 જાહનવી (પુત્રી) : 70,660 પ્રથમ (પુત્ર) : નીલ ટોટલ : 4,49,730 બચત યોજના રોકાણ (વર્ષ-2022) કાંતિલાલ અમૃતિયા (પોતે) : 50,500 જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : નીલ પ્રથમ (પુત્ર) : નીલ ટોટલ : 50,500 પાંચ વર્ષ પહેલાની બચત યોજનામાં રોકાણ (વર્ષ-2017) કાંતિલાલ અમૃતિયા (પોતે) : 5,18,932 જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 4,75,489 જાહનવી (પુત્રી) : 5,14,518 પ્રથમ (પુત્ર) : 7,71,437 ટોટલ : 22,80,376 અન્યને આપેલ લોન, રોકાણ (વર્ષ-2022) કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,35,46,521 જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 26,44,801 પ્રથમ (પુત્ર) : 6,20,000 ટોટલ : 1,68,11,322 પાંચ વર્ષ પહેલા અન્યને આપેલ લોન, રોકાણ (વર્ષ-2017) કાંતિલાલ અમૃતિયા (પોતે) : 23,27,393 જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : નીલ જાહનવી (પુત્રી) : નીલ પ્રથમ (પુત્ર) : નીલ ટોટલ : 23,27,393 કાર, વાહન (વર્ષ-2022) કાંતિલાલ અમૃતિયા (પોતે) : ટોયોટા ફોર્ચ્યુનર 16,47,400 જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : ફોર્ડ એન્ડેવર 38,76,158 પ્રથમ (પુત્ર) : નીલ ટોટલ : 55,23,558 પાંચ વર્ષ પહેલા કાર, વાહન (વર્ષ-2017) કાંતિલાલ અમૃતિયા (પોતે) : મારુતિ ઝેન -1.10 લાખ જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : નીલ જાહનવી (પુત્રી) : નીલ પ્રથમ (પુત્ર) : નીલ ટોટલ : 1,10,000 સોનું (વર્ષ-2022) કાંતિલાલ અમૃતિયા (પોતે) : 18,84,400 ( 35 ગ્રામ) જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 24,29,450( 400 ગ્રામ) પ્રથમ (પુત્ર) : નીલ ટોટલ : 43,13,850 (435 ગ્રામ) પાંચ વર્ષ પહેલા સોનું (વર્ષ-2017) કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,01,062 ( 35 ગ્રામ) જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 11,35,000 ( 400 ગ્રામ) જાહનવી (પુત્રી) : 3,92,058 (140 ગ્રામ) પ્રથમ (પુત્ર) : નીલ ટોટલ : 16,28,120 (575 ગ્રામ) જંગમ મિલકતનું કુલ મૂલ્ય (વર્ષ-2022) કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,90,75,472 જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 94,26,915 પ્રથમ (પુત્ર) : 11,61,003 ટોટલ : 2,96,63,390 પાંચ વર્ષ પહેલા જંગમ મિલકતનું મૂલ્ય (વર્ષ-2017) કાંતિલાલ અમૃતિયા (પોતે) : 98,09,615 જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 52,23,195 જાહનવી (પુત્રી) : 12,27,236 પ્રથમ (પુત્ર) : 9,66,437 ટોટલ : 1,72,26,483 સ્થાવર મિલ્કત (ખેતી, બિન ખેતી, જમીન, મકાન) (વર્ષ-2022) કાંતિલાલ અમૃતિયા (પોતે) : 5,51,44,642 જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 75,50,000 પ્રથમ (પુત્ર) : નીલ ટોટલ : 6,26,94,642 પાંચ વર્ષ પહેલા ખેતી, બિન ખેતી, જમીન, મકાન (વર્ષ-2017) કાંતિલાલ અમૃતિયા (પોતે) : 4,30,59,642 જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 50,50,000 જાહનવી (પુત્રી) : નીલ પ્રથમ (પુત્ર) : નીલ ટોટલ : 4,81,09,642 ચૂકવવાના બાકી દેવા અને લોન (વર્ષ-2022) કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,79,12,079 જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 1,36,54,500 પ્રથમ (પુત્ર) : 17,20,000 ટોટલ : 3,32,86,579 પાંચ વર્ષ પહેલા ચૂકવવાના બાકી દેવા અને લોન (વર્ષ-2017) કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,03,62,407 જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 10,00,000 જાહનવી (પુત્રી) : નીલ પ્રથમ (પુત્ર) : નીલ ટોટલ : 1,13,62,407 ધંધામાં રોકાણ...