માટીના ઉડતા લોંદા કોકના ટાંટિયા ભાંગે તે પહેલા પગલાં ભરીને દાખલો બેસાડવા લોકોની માંગણી https://youtu.be/3ssR2eEquzI મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં નંબર વગરના ડમ્પરમાં માટી, રેતી,ફાયર ક્લે અને કોલસાની ખનીજચોરીની સાથે કેટલાક ડમ્પરોમાં ભીની માટી ભરીને લોકો માટે જોખમ સર્જવામાં આવે છે ત્યારે આવું જ એક જોખમી ડમ્પર વાંકાનેર - મોરબી હાઇવે ઉપર પસાર થઇને નાના વાહનો માટે જોખમ ઉભું કરતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને પ્રકાશભાઈ વરમોરા કડક પગલાં ભરવા સૂચના આપે તેવું લોકો ઈચ્છી રહ્યાં છે. મોરબી જિલ્લામાં માતેલા સાંઢની જેમ હાઇવે ઉપર નીકળી પડતા નંબર વગરના ડમ્પર મામલે મોરબી - માળીયાના જાગૃત ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને હળવદ ધ્રાંગધ્રાના પ્રકાશ વરમોરાએ જિલ્લા વહીવટીતંત્રને રીતસર તતડાવી નાખ્યું છે ત્યારે બન્ને ધારાસભ્યોની સૂચનાના કલાકો બાદ જ વાંકાનેર મોરબી હાઇવે ઉપર માટીના લોંદા ઉડાવતા ડમ્પર ચાલકે ત્રાસ વર્તાવતા લોકોએ બન્ને ધારાસભ્યોને દિલથી યાદ કરી આવા જોખમી ડમ્પર ચાલકો વિરુદ્ધ પોલીસ, આરટીઓ અને ખાણ ખનીજ તાત્કાલિક પગલાં ભારે તેવી માંગ ઉઠાવી હતી.