પોલ્યુશન અધિકારીએ યોગ્ય કાર્યવાહીની બાહેંધરી આપી ખેડૂતોને પારણા કરાવ્યા મોરબી : મોરબી તાલુકાના ગાળા, હરીપર, અને કેરાળા ગામના ખેડૂતોને ફેકટરી દ્વારા ફેલાવાતા પ્રદુષણને કારણે વ્યાપક પ્રમાણમાં પાકની નુકસાની થઈ હોવાની રાવ સાથે ન્યાય માટે ચાલી રહેલા ખેડૂતોના ઉપવાસ આંદોલનનો પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની મધ્યસ્થીથી સુખદ અંત આવ્યો છે. ગાળા, હરિપર , કેરળા ગામના ખેડૂતો દ્વારા પ્રદુષણને કારણે પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થઈ રહ્યું હોવાની અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી. આ માટે ન્યાય મેળવવા માટે ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મધ્યસ્થી કરીને પોલ્યુશન અધિકારી વાઘેલાને કહેતા આજે પોલ્યુશન અધિકારીએ ઉપવાસ છાવણીની રૂબરૂ મુલાકાત લઈને ખેડૂતોને પોતાના પ્રશ્ન માં યોગ્ય તપાસ કરી ખેડૂતોને ન્યાય અપાવવા યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. આ સાથે કાંતિલાલ અમૃતિયા દ્વારા ખેડૂતોને વિનંતી કરતા ખેડૂતોએ તેમનું માન રાખી ઉપવાસ આંદોલન પૂરું કર્યું હતું અને પોલ્યુશન અધિકારી વાઘેલાના હાથે પારણાં કર્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..