મોરબી : રવિવારે સાંજે 5 વાગ્યે પ્રચારના પડઘમ શાંત થઈ ચૂક્યા છે ત્યારે હવે બન્ને મુખ્ય પક્ષોએ સોશિયલ મીડિયા થકી પ્રચાર-પ્રસાર યુદ્ધ તેજ બનાવ્યું છે. જે સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં કાંતિલાલ અમૃતિયા અપીલ કરી રહ્યા નો એક વિડીઓ ખુબ વાયરલ થઇ રહ્યો છે. https://youtu.be/o_RsVGNMS24 કાંતિલાલ અમૃતિયાની રાજકીય કારકિર્દી ખતમ કરવા અને આને લઈને અમૃતિયા નારાજ છે એવું પ્રસ્થાપિત કરવા માટે કોંગ્રેસના નકારાત્મક પ્રચારનો વળતો જવાબ આપવા માટે અમૃતિયાનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જેમાં કાંતિલાલ અમૃતિયા મેરજાને ખુલ્લું સમર્થન આપી મોરબી-માળીયાની જનતા માટે અમો બન્ને ખભે ખભા મિલાવીને કામ કરીશું એવું જણાવી રહ્યા છે. 'જીતશે તો આપણો ભાજપ જ'ની ટેગ લાઈન સાથે ફરી રહેલો આ વિડીઓ લોકોમાં ખૂબ જોવાઇ રહ્યો હોવાનું જાણવા મળે છે.