અમેરિકામાં વસવાટ કરતા ખાખરેચીના ગૃહસ્થ દ્વારા પૂજન કરાયું મોરબી : મોરબીમાં જંગી લીડ સાથે વિજેતા બનેલા કાંતિલાલ અમૃતિયાને ગુજરાત સરકારના મંત્રી મંડળમાં સ્થાન મળે તે માટે અમેરિકામાં વસવાટ કરતા મૂળ ખાખરેચીના સદગૃહસ્થ દ્વારા ધ્રાંગધ્રા ખાતેની ગૌશાળામાં ગૌ પૂજન કરાયું હતું. મૂળ ખાખરેચી ગામના વતની અને હાલમાં અમેરિકા વસવાટ કરતા ગુણવંતભાઈ આરદેશણા દ્વારા સંસ્કારધામ ધ્રાંગધ્રા ખાતે શાસ્ત્રી સુનિલ મહારાજના હસ્તે ગૌશાળામાં ગૌપૂજન કરી મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને ગુજરાત સરકારના પ્રધાનમંડળમાં સ્થાન મળે તેવી ભગવાન સ્વામિનારાયણ સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી.