યુટ્યુબ સ્ટાર વિજુડી ખાસ હાજરી આપશે મોરબી : કોરોના દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા યોજાનાર છે. જેમાં આવતીકાલે રવિવારે ભવ્ય પોથીયાત્રા યોજાશે. જેનું સ્વાગત કરવા યુટ્યુબ સ્ટાર વીજુડી પધારશે. કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે. કથામાં ભવ્યાતી ભવ્ય પોથીયાત્રાનું સ્વાગત કરવા આગામી તારીખ 11/9/2022ને રવિવારના રોજ સાંજે 5:30 કલાકે બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી ખાતે યુટ્યુબ સ્ટાર વીજુડી હાજરી આપશે. પોથીયાત્રાનું સ્વાગત તથા દર્શન કરવા સર્વે ધર્મ પ્રેમીઓને આયોજકો વતી અનુરોધ કરાયો છે.